પ્રેમમાં હાર મળી છેબચપનમાંથી ફક્ત માર મળી છે, જુવાનીએ પ્રેમમાં હાર મળી છે. આ વાત હું બિચારો થવા શામાટે કહું? પ્રકૃતિ મને તો અપરંપાર મળી છે. દિલ બહેલાવવા વૃક્ષોને પક્ષીઓ છે, હરવા ફરવા કેવી ગિરનારી ધાર મળી છે. દુ:ખોથી ડરી શા માટે કરૃં આત્મ હત્યા? સુખની કવિતાઓ લગાતાર મળી છે. હશે ગયા જન્મોના એવા મારા કર્મો, એવી ગીતામાંથી મને સાર મળી છે. 'સૂરજ' થઈ કદીએ શિત ન વળી, આ અગ્નિ મને ભારોભાર મળી છે.
કોઇને પ્રપોઝ કરતા પહેલા જાણી તો લો કે તે તમારા પ્રેમને લાયક છે કે નહીં - કોઇની સાથે રિલેશનશિપમાં આવતા પહેલા 5 સવાલ પોતાની જાતને પણ પૂછી લેજો... શું તે વ્યક્તિ તમારા પ્રેમને લાયક છે ખરો? તમારે રિલેશન બનાવતા પહેલા તે વ્યક્તિને જાણી લેવો જોઇએ કે જેને તમે પ્રપોઝ કરવા જઇ રહ્યા છો તે હકીકતમાં તમારા લાયક છે ખરાં? શું તમને તે સમ્માન અને પ્રેમ આપી શકશે જેની તમે આશા રાખો છો. પ્રેમમાં પડતા પહેલા પોતાના પાર્ટનરનું સારાપણું, પોતાની અને તેની સમાનતાઓ અને વિષમતાઓનું પણ ધ્યાન રાખવું જોઇએ. તેનાથી તમને રિલેશનને આગળ વધારવામાં મદદ પણ મળી રહેશે. શું તમે તે વ્યક્તિને હકીકતમાં ચાહો છો? સૌથી પહેલા તમારે તમારા પ્રેમને પ્રપોઝ કરતા પહેલા આ વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે તમે હકીકતમાં તેને ચાહો છો કે નહીં. કોઇની સાથે રિલેશન બનાવતા પહેલા પોતાના દિલને પૂછી જો જો કે સાચે તમને તેની જરૂર છે કે નહીં. સામાન્ય રીતે રિલેશન જરૂરત પર જ બનતા હોય છે. તમારે તમારી જાતને પૂછવું જોઇએ કે તમે નવી રિલેશનશિપ કેમ બનાવવા ઇચ્છો છો. ...
nice line...
ReplyDelete