Posts

Showing posts from April, 2018
પ્રેમમાં હાર મળી છે  બચપનમાંથી ફક્ત માર મળી છે,  જુવાનીએ પ્રેમમાં હાર મળી છે.  આ વાત હું બિચારો થવા શામાટે કહું?  પ્રકૃતિ મને તો અપરંપાર મળી છે.  દિલ બહેલાવવા વૃક્ષોને પક્ષીઓ છે,  હરવા ફરવા કેવી ગિરનારી ધાર મળી છે.  દુ:ખોથી ડરી શા માટે કરૃં આત્મ હત્યા?  સુખની કવિતાઓ લગાતાર મળી છે.  હશે ગયા જન્મોના એવા મારા કર્મો,  એવી ગીતામાંથી મને સાર મળી છે.  'સૂરજ' થઈ કદીએ શિત ન વળી,  આ અગ્નિ મને ભારોભાર મળી છે.