પ્રેમમાં હાર મળી છે બચપનમાંથી ફક્ત માર મળી છે, જુવાનીએ પ્રેમમાં હાર મળી છે. આ વાત હું બિચારો થવા શામાટે કહું? પ્રકૃતિ મને તો અપરંપાર મળી છે. દિલ બહેલાવવા વૃક્ષોને પક્ષીઓ છે, હરવા ફરવા કેવી ગિરનારી ધાર મળી છે. દુ:ખોથી ડરી શા માટે કરૃં આત્મ હત્યા? સુખની કવિતાઓ લગાતાર મળી છે. હશે ગયા જન્મોના એવા મારા કર્મો, એવી ગીતામાંથી મને સાર મળી છે. 'સૂરજ' થઈ કદીએ શિત ન વળી, આ અગ્નિ મને ભારોભાર મળી છે.
Comments
Post a Comment